UT. Administration of Dadra & Nagar Haveli and Daman & Diu
0260-2262027
Our Contact No
gcdaman1966@gmail.com
Our Mail Id
Department of Gujarati
ગુજરાતી વિભાગ ઇ. સ. ૧૯૬૬થી કાર્યરત સરકારી કૉલેજ દમણનું એક અભિન્ન અંગ છે. આ વિભાગ સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી અને દમણની સાથે આસપાસના અન્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા અને સાહિત્યનું ઉચ્ચ શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. ગુજરાતી વિભાગમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી શરૂ કરીને અર્વાચીન ગુજરાતી સાહિત્ય, આધુનિક – અનુ આધુનિક ગુજરાતી સાહિત્ય, ઇન્ટરનેટ અને સાહિત્ય, નારિવાદી સાહિત્ય, દલિત સાહિત્ય, સાહિત્યનું સમાજશાસ્ત્ર, ડાયસ્પોરા સાહિત્ય, ભાષાવિજ્ઞાન, સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, કળા વિશેના વૈશ્વિક ખ્યાલો, આંતર વિદ્યાકીય અભ્યાસ આદિને સંદર્ભમાં રાખીને વિદ્યાર્થીઓનું બૌધિક અને સામાજિક ઘડતર કરવામાં આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ વગેરે જેવી સાહિત્યિક સંસ્થાઓ સાથે. જોડાઇને આ વિભાગ સાહિત્યલક્ષી સેમિનારોનું આયોજન તો કરે જ છે, સાથોસાથ ભારતીય અને ગુજરાતી સાહિત્યના ઉત્તમ સર્જકો જેવા કે, રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ, રઘુવીર ચૌધરી, કવિ ખબરદાર જેવા કવિઓની જન્મતિથિ પણ ઉજવે છે. જે નિમિત્તે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ કરવાનો પ્રયાસ વિભાગ કરે છે. આ સાથે વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક ઉત્કર્ષ માટે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને નાટ્ય પ્રસ્તુતિ, કાવ્યપાઠ સ્પર્ધા, સર્જનાત્મક લેખન સ્પર્ધા વગેરેનું પણ વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ગુજરાતી વિભાગ પ્રયત્નશીલ છે કે, આપણી કોલેજમાં જ આગામી વર્ષોમાં અનુસ્નાતક (પી.જી.)ના વર્ગો શરૂ કરવામાં આવે. જે માટેના પ્રયાસ વિભાગે અત્યારે હાથ ધર્યા છે. દમણ એ ગુજરાતી ભાષા ના ખ્યાતનામ કવિ ખબરદાર અરદેશર ફરામજીની જન્મ અને કર્મભૂમિ છે. આ કવિના ગૌરવ અને તેની પ્રતિભાને પ્રગટાવી રાખવા આ વિભાગ ભવિષ્યમાં કવિ ખબરદાર ક્લબનું નિર્માણ કરવાની ધારણા રાખે છે. જે અંતર્ગત સાહિત્યિક વ્યાખ્યાનો તથા કવિ સંમેલન યોજવાનો ખ્યાલ છે.
Faculty Details:
At present, the department is having one faculty member.
Bhaveshkumar Vala, M.A., NET
Head & Assistant Professor
valabhavesh037@gmail.com
Vacant
ABOUT: :
The Government College, Daman founded in 1966 caters to a wide catchment area spreading over the UT of Dadra & Nagar Haveli and Daman & Diu and the adjoining states of Gujarat and Maharashtra.